મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સામુ જોવાનુ ના કહેતી મહિલાને એક શખ્સે મારમાર્યો


SHARE











મોરબીમાં સામુ જોવાનુ ના કહેતી મહિલાને એક શખ્સે મારમાર્યો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા મહિલાએ સામું જોવાની ના પાડતા તે બાબતનો ખાર રાખીને વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા એક શખ્સે તેને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશ નગરમાં રહેતા જમનાબેન માલાભાઈ નકુમ જાતે સતવારા (૪૪)એ વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા લાભુભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ આરોપી સામું જોતો હોય સામું જોવાની ના પાડી હતી જે બાબતે તેને ખાર રાખીને ફરિયાદી મહિલાને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 વાહન અકસ્માત
મોરબી શહેરમાં આવેલ વીસી હાઈસ્કૂલની પાછળના ભાગમાં વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામે રહેતા અમૃતબેન અરવિંદભાઈ પરમાર (૩૦) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે  






Latest News