વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા


SHARE









મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતા શખ્સોને ત્યાં ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે બાબતનો રોષ રાખીને પાંચથી સાત જેટલા શખ્સોએ તેના ઘર પાસે આવીને ઈંટ પથ્થરના ઘા કરીને વૃદ્ધ, તેની પત્ની અને દીકરાને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સમાપક્ષેથી પણ બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોહનભાઈ સોલંકી (૭૦), કેશિબેન દિલીપભાઈ સોલંકી (૬૫) અને હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી (૩૬) તેમજ મયુર લક્ષ્મણ આંબલીયા (૨૧) અને નિલેષ લક્ષ્મણ આંબલીયા (૧૮) ને ઇજા થયેલ હતી જેથી તે તમામને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હર્ષદભાઈ અને દિલીપભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં ઈજા પામેલા હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હકેશ બીજલભાઇ આંબલીયા અને મનીષ રવજીભાઈ આંબલીયા સહિતના શખ્સો તેના ઘરની સામે ઊભા રહેતા હોય તેના ઘરમાં બહેન-દીકરીઓ હોય ઘર પાસે ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચથી સાત શખ્સો દ્વારા તેના ઘર પાસે આવીને ઈંટ માર મારવામાં આવ્યો હતો જેથી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News