મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેતી મહિલાએ આત્યાંત્રિક પગલું ભરી લેતા રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીના સામાકાંઠે રહેતી મહિલાએ આત્યાંત્રિક પગલું ભરી લેતા રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અનંતનગર વિસ્તારમાં રહેતી મહિલાએ તેના ઘરે ગળેફાંસો ખીઇને જીવનનો અંત આણવા કોસીશ કરી હતી જોકે જાણ થઇ જતા તેણીને તાત્કાલિક સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ તેણીને રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ અંગે જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અનંતનગરમાં રહેતા વૈશાલીબા પુષ્પરાજસિંહ ઝાલા નામની ૨૪ વર્ષીય મહિલાએ તેના ઘરે તા.૩-૮ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે હાલ વાશાલીબાને રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ હોસ્પિટલ તરફથી થયેલી જાણના પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલા તથા રાઇટર સંજયભાઈ નકુમ દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

 

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના જેતપર ગામે થયેલ મારામારીના બનાવમાં માતા-પુત્રને ઇજા થતાં બંનેને સારવાર માટે જેતપર પીએચસી ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળે છે. મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જેતપર ગામે રહેતા રમાબેન છગનભાઈ (૬૫) અને મુકેશ છગનભાઈ (૪૩) ને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા બંનેને જેતપરમાં પીએચસી ખાતે ખસેડાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે બાજુમાં રહેતા પરિવાર સાથે જૂનું મનદુખ ચાલતું હોય તે બાબતે ઝપાઝપીનો બનાવ બન્યો હતો.

 

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા વિજયભાઈ બુધાભાઈ પરેચા નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જે બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી.જેમાં સામે આવ્યુ હતુ કે ઇજાગ્રસ્ત વિજયભાઈ પરેચા જેતપર રોડ ઉપર આવેલ લેવીટોન સીરામીકમાંથી પરત ઘર તરફ આવવા માટે નીકળ્યા હતા.ત્યારે મોરબી બાજુ આવતા સમય પીપળી રોડ ઉપરના સોલેન્ટો સિરામિકની પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું અને તેઓ નીચે પડી ગયા હતા દરમિયાનમાં પાછળથી આવતા ટ્રક સાથે તેઓને અથડામણ થતાં તેઓને ઇજા પહોંચી હતી આ બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News