મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો  સેમિનાર  યોજાયો


SHARE







મોરબી નજીક આવેલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો  સેમિનાર  યોજાયો

મોરબીની નામાંકિત નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૬૦૦ જેટલાં સ્ટુડન્ટ્સ એ હાજર રહી સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા વિદ્યાર્થીઓના હિતને લઈને સતત ચિંતિત કહેતું હોય છે તે અનુસંધાને નવયુગ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના સેમિનારનું આયોજન થયેલું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સ્પીપાના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને જાણીતા લેખક શૈલેષભાઇ સગપરીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને ક્લાસ ૧-૨-૩ ની તમામ પરીક્ષામા સફળતા માટે માર્ગદર્શન આપેલ હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ બિન અનામત વર્ગમાં આવતા અને ધોરણ ૧૨ માં ૬૦ ટકા ઉપર જે વિદ્યાર્થીઓ મેળવેલ છે તે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની સ્કોલરશીપ મળે છે તે અંગે માહિતગાર કરી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામા આવશે તેમજ ટોપ લેવલની ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલું સંપૂર્ણ તૈયાર પરીક્ષાલક્ષી મટીરીયલ પણ આપવામાં આવશે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મોરબીના તમામ વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.તા.૭-૮-૯ ઓગસ્ટના રોજ ડેમો લેક્ચરનું આયોજન કરેલ છે આ ડેમો લેક્ચર માટે મો. ૯૭૨૭૨ ૪૭૪૭૨ ઉપર અચૂક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ સેમિનારમા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ તમામ કોલેજના વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News