મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૨૪ કેમ્પમાં કુલ ૭૭૭૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૧૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, રમણીકલાલ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી  તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. 






Latest News