મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા


SHARE









વાંકાનેરથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓને બચાવી લેવાયા

ચોટીલા ગૌરક્ષક ટીમને અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે ૧૦ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર જીજે ૮ ડબલ્યુ ૨૮૯  ને ગત તા.૪ ના વહેલી સવારે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને  રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી ચોટીલા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશ બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને ચોટીલાના પાંજરાપોળમા ૧૦ જીવોને મુકવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફનો ગૌરક્ષકોને સારો સહયોગ  મળ્યો હતો.

આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક  દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવદયા ગૌરક્ષક જયનભાઈ અજયભાઈ પરમાર, પાર્થભાઈ (ગૌરક્ષક મોરબી), દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ (બાબરા), દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબી ભરતભાઈ સોનગ્રા, જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા




Latest News