રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો


SHARE









ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ રોકડિયા હનુમાનની બાજુમાં મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનું જુદાજુદા સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વ્યાસ સમાજના શ્રી વ્યાસ પ્રગતિ મંડળના પ્રમુખ બાબુલાલ વ્યાસ, ઉપપ્રમુખ વસંત વ્યાસ, ડી.જી. વ્યાસ, કિશોરભાઈ વ્યાસ, નાનુભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ, સાથો સાથ અન્ય જ્ઞાતિના આગેવાનોએ સન્માન કર્યાં હતા. આ તકે બક્ષીપંચ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ યોગેશદાન ગઢવી, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, વિનોદભાઇ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ઘરે ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થન કરવા માટેની ટકોર કરી હતી તો કાર્યક્રમના અધ્યક્ષ મયંકભાઇ નાયક દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને બક્ષીપંચમાં આવતા દરેક સમાજના લોકોને સરકારની દરેક યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની વ્યવસ્થા ઊભી કરવાની ટકોર કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઇ સિંધવ, બિપિનભાઈ પ્રજાપતિ, ભવાનીસિંહ, ઘનશ્યામભાઈ, કાંતિભાઈ, સુરેશભાઇ સીરોહિયા, હરીશભાઇ રાતડીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News