મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પાનેલી, રંગપર, રોટરીનગર, થોરાળા, લાલપર, બંધુનગર, શનાળા સહિતના ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીમાં પાનેલી, રંગપર, રોટરીનગર, થોરાળા, લાલપર, બંધુનગર, શનાળા સહિતના ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લામા ઠેરઠેર હર્ષભેર મારી માટી મારો દેશઅભિયાનમાં અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા ત્યારે આ અભિયાનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં અધિકારી, પદાધિકારી, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા

હળવદ તાલુકાના સાપકડા ગામમાં અમૃત સરોવરના કિનારે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમૃત સરોવરના કિનારે યોજાયેલ મારી માટી મારો દેશકાર્યક્રમની શરૂઆતમાં શીલા ફલકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ  એક મુઠ્ઠી માટી હાથમાં લઇ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગાઈને સાપકડા ગામને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંકલ્પ કર્યો હતો સાથોસાથ તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મામલતદાર ચિંતન આચાર્ય, તાલુકા વિકાસ અધિકાર મેહુલ સિંધવ સહિતના હાજર રહ્યા હતા  

રંગપરમાં ઉજવણી

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાનાં રંગપર ગામે અમૃત સરોવરને કાંઠે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અનવ્યે શિલાફલકમ્ નું અનાવરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉમંગભેર તિરંગા યાત્રા યોજી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ શિલાફલકમ્ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

થોરાળાની શાળામાં ઉજવણી
મોરબી તાલુકાના થોરાળા ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી હાઈસ્કૂલ અને પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં દિપક લઈને વીરોની વીરતાને યાદ કરી હતી અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં શીલા ફલકમનું લોકાર્પણ કરી ઉપસ્થિત તમામ લોકોએ હાથમાં માટી લઇ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારબાદ ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગાઈને વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે થોરાળાના સરપંચ અમૃતભાઈ અંબાણી,  શાળાના આચાર્ય ઠેસિયા અને માધ્યમિક શાળાના આચાર્ય ઘુમલિયા સહિતના હાજર રહ્યા હતા.

લાલપર શાળામાં ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં મારી માટી, મારો દેશઅભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના લાલપર ગામે મદદનીશ પશુ નિયામક જગદીશભાઇ, મેડીકલ ઓફિસર રાધીકાબેન, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અને લાલપરના પુર્વ સરપંચ અરવિંદભાઇ વાસદડીયા, સરપંચ રમેશભાઇ, ઉપસરપંચ રાજુભાઇ, તલાટી મંત્રી દલસાણીયા, સહિતનાઓની હાજરીમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અરવિંદભાઇએ કહ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો આ મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમ યોજાયો છે

બંધુ નગર પ્રાથમિક શાળા

મોરબીના બંધુનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત શીલા ફલકમ્ નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને શહીદોની કુરબાનીને યાદ કરી હતી આ સાથોસાથ ૭૫ જેટલા વૃક્ષોનું વાવેતર પણ બંધૂનગર ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું અને ધ્વજ લહેરાવીને પંચપ્રણ પ્રતિજ્ઞા હાથમાં દીપ પ્રગટાવી શાળાના આચાર્ય અમૂલકુમાર જોષીએ લેવડાવી હતી. ત્યારે ગ્રામ પંચાયતના પ્રતિનિધિ શૈલેષભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ધવલ ભાઈ પટેલ અને વિસ્તરણ અધિકારી હાજર રહ્યા હતા.

જબલપુર પ્રા. શાળા 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશકાર્યક્રમની જબલપુર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં વીર વંદના સ્તુતિ, વિર વંદન તેમજ રાષ્ટ્રગાન વગેરે યોજી ગામના રાજમાર્ગો ઉપર તિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, માર્ગ મકાન વિભાગના ધેટીયાભાઈ, જીલ્લા ભાજપના અગ્રણી પ્રભુભાઈ કામરીયા સહિતના હાજર રહ્યા હતા.

રોટરીગ્રામ (અ.) પ્રા.શાળા

મોરબી તાલુકાનાં રોટરીગ્રામ (અ.) ખાતે આવેલ સરકારી પ્રા.શાળામાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શિલાફલકમ અનાવરણ, વૃક્ષારોપણ, તેમજ પંચપ્રણ પ્રતિજ્ઞા અને ગ્રામસભાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ગામલોકોની હાજરી હતી અને અધિકારી હિતાંશીબેન અને દિશાબેને ગ્રામસભામાં સરકારની યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેવું શાળાના આચાર્ય મણિભાઈ સરડવા દ્વારા જણાવવામાં આવેલ છે

લખધીરગઢ શાળામાં નિવૃત ફૌજીનું સન્માન કરાયું

ટંકારા તાલુકાના લખીધરગઢ ગામે ગામના વડીલ આગેવાનોના હસ્તે શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું. આ તકે શહીદ વીરો, આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. અને લખધીરગઢ ગામનાં નિવૃત આર્મીમેન ઢેઢી ચેતનભાઈ, બાવરવા બિપીનભાઈ તેમજ ફેફર દલસુખભાઈનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સરપંચના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હીનાબેન દેવમુરારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

પાનેલી પ્રાથમિક શાળા

મોરબીના પાનેલી ગામે પ્રાથમિક શાળા અને પાનેલી ગ્રામ પંચાયત દ્વારા વિશ્વસિંહ દિવસની ઉજવણી, મેરી મિટી મેરા દેશ, બાળમેળો લાઈફ સ્કિનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મારી માટી મારો દેશ અંતર્ગત શિલાફલકમ સમર્પણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા,વસુધા વંદન, વિરો કા વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો કર્યા હતા અને શાળાના ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સહિતનાઓએ બહુવિધ કાર્યક્રમની મોજ માણી હતી. આ તકે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન કાનજીભાઈ ચાવડા, ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો

શકત શનાળામાં ઉજવણી

શકત શનાળા ગ્રામ પંચાયત અને શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ સરપંચ શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં દેશના વીરોના બલિદાન અને યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શિલાફલક તખતીનું અનાવરણ કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ ગામના ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્લોટ શાળાના મદદનીશ શિક્ષક હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News