મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી નજીક ટ્રેક્ટરને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: સાતને ઇજા


SHARE













મોરબીના ખાખરેચી નજીક ટ્રેક્ટરને ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: સાતને ઇજા

મોરબી તાલુકાના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝનમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના સાંતીડાની ઉપરના ભાગમાં યુવાન સહિત લોકો બેઠા હતા ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નીચે પડ્યા હતા ત્યારે યુવાન ટ્રકની નીચે આવી હતા કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય પાંચ વ્યક્તિને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેને મોરબી અને રાજકોટ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ છે અને મૃતક યુવાનની પત્ની દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં નવા ખારચિયા ગામે પ્રભુભાઈ ઉર્ફે બાલુભાઇ ગોકળભાઈના મકાનમાં ભાડેથી રહેતા અને મજૂરી કામ કરતા સબલીબેન માનસિંગ મેહડા જાતે અનુ. જનજાતિ (૨૬)એ ટ્રક ટેન્કર નં. જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી તાલુકાના જૂના ખાખરેચી ગામના પાટીયા પાસે આવેલ ડાયવર્ઝન પાસેથી ફરિયાદીના શેઠના ટ્રેક્ટર નંબર જીજે ૩૬ આર ૬૦૩૬ માં પાછળના ભાગે સાતિડો લગાવેલ હતો અને તેના ઉપર ફરિયાદીના પતિ માનસિંગ ધુલિયાભાઈ મેહડા જાતે અનુ. જન જાતિ (૪૨) તથા ફરિયાદી તેનો દીકરી સંતર, પાડોશમાં રહેતા વારસિંગ કાંતિભાઈ મેહડા (૪૦), અજય કાંતિભાઈ મેહડા (૧૬), રાધિબેન કાંતિભાઈ મેહડા (૧૮) અને બારું ભંગુભાઈ મછાર (૧૯) બેઠેલ હતા અને ભંગુભાઈ ટ્રેકટર ચલાવી રહ્યા હતા

બંધા જ લોકો ફરિયાદીના શેઠની વાડીએ નીંદામણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે પાછળથી ટ્રેક્ટરને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પતિ માનસિંગ મેહડા ટ્રકની નીચે કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતુ અને બાકીના બધાને નાના મોટી ઇજા થયેલ હતી જેથી કરીને તેને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાંથી હાલમાં વારસિંગ કાંતિભાઈ મેહડાને રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા છે અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પત્ની દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક ખોડીયાર ઘૂઘરા પાસેથી વાંકાનેરની હરીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવશીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૩૫૦ ના ચાલકે અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં આધેડને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News