રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરમાં યુવાનને એજન્સીમાં ખોટ જતાં મચ્છુ નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત

વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા યુવાનને જુદી જુદી બે એજન્સીઓ હતી અને તેમાં ધંધામાં ખોટ ગયેલ હોવાથી આર્થિક સંકળામણના કારણે તેણે મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મૃતકના મિત્ર દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલા વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ધીરજલાલ મણિયાર જાતે મોઢ વણિક (૪૮)એ રાતીદેવડી પાસેથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે બનાવની મનીષભાઈ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય જાતે બ્રાહ્મણ (૪૪) રહે. પ્રેડક સોસાયટી વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી મળે મૃતક યુવાનને થમ્સઅપ હિન્દુસ્તાન કોકાકોલાની એજન્સી અને અમુલની એજન્સી હતી જો કે, તેને ધંધામાં ખોટ ગઈ હોવાથી આર્થિક સંકળામણથી પોતે પોતાની જિંદગીથી કંટાળી ગયેલ હોય તેણે નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતથી નુકશાન

મોરબી માળિયા નેશનલ હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મિલન પાર્કમાં રહેતો સાવનભાઈ દિનેશભાઈ સખનપરા જાતે પ્રજાપતિ (૨૫) નામનો યુવાન પોતાની સ્કોડા કંપનીની કાર નંબર જીજે ૩૬ એજે ૭૪૫૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલર નંબર જીજે ૧૨ એયું ૭૩૮૨ ના ચાલકે પોતાના વાહનનું એકદમ કાઉ મારતા યુવાનની કારને હડફેટે લીધી હતી અને ખાલી સાઇડના દરવાજા તથા બોનેટમાં નુકસાન કર્યું હતું જેથી કરીને યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News