મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારના નેકનામ પાસે કારખાનામાં-વીરપરમાં જુગારની બે રેડ: ૪.૩૦ લાખના મુદામાલ સાથે ૧૨ પકડાયા


SHARE







ટંકારના નેકનામ પાસે કારખાનામાં-વીરપરમાં જુગારની બે રેડ: ૪.૩૦ લાખના મુદામાલ સાથે ૧૨ પકડાયા

ટંકારા તાલુકાના નેકનામ ગામથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ એ.વી.એન. ખુરશીના કારખાનામાં તથા વીરપર ગામે કોળીવાસમાં પોલીસે જુગારની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ ઝડપાયા હતા જો કે, એક જુગારી નાસી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે અને જે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે કુલ મળીને ૪,૩૦,૧૯૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નેકનામ ગામથી કોઠારીયા રોડ ઉપર આવેલ એ.વી.એન. ખુરશીના કારખાનામાં જુગાર રમતા હોવાની હકીકત ટંકારા તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી (૪૦) રહે. મૂળ નેકાનમ હાલ નંદવાટીકા ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, નવીનભાઇ જસમતભાઇ હાલપરા (૪૭) રહે. નેકનામ, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી (૩૨) રહે. નેકનામ, કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી (૩૩) રહે. મૂળ હીરાપર હાલ દલવાડી સર્કલ મોરબી, હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર (૪૫) રહે. મૂળ હીરાપર હાલ રવાપર ક્રિષ્ના સ્કુલ સામે મોરબી, મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા (૨૫) રહે. મુળ ઉંચીમાંડલ હાલ લોટસ ક્રિષ્ના સ્કુલ સામે મોરબી અને સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલ (૩૩) રહે. મૂળ હીરાપર હાલ ઉમીયા સર્કલ પાસે મોરબી વાળા મળી આવ્યા હતા જોકે ગોરધનભાઇ મોહનભાઇ સોજીત્રા રહે. મોટોડા તાલુકો પડધરી વાળો પોલીસને જોઈને નાશી ગયો હતો જેથી કરીને જુગારીઓ પાસેથી ૪.૨૦ લાખની રોકડ કબજે કરી છે અને નાશી ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News