મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અઢી વર્ષમાં દરરોજના ૩૧.૮૬ લાખ મંજૂર !: તો પણ રસ્તાઓની સ્થિતિ ચંદ્રયાને મોકલાવેલ તસવીરો સમાન


SHARE









મોરબી જીલ્લામાં અઢી વર્ષમાં દરરોજના ૩૧.૮૬ લાખ મંજૂર !: તો પણ રસ્તાઓની સ્થિતિ ચંદ્રયાને મોકલાવેલ તસવીરો સમાન

મોરબી જીલ્લામાં લોકોને સારા રોડ રસ્તા મળી રહે તેના માટે સરકાર દ્વારા લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જો કે, વાસ્તવિક રીતે અહીના રોડ કેવા છે તે સહુ કોઈ જાણે છે અને આવા રોડ કેમ છે તે પણ લોકો સારી રીતે જાણે છે ત્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના તમામ ચેરમેનોની અઢી વર્ષની ટર્મ પૂરી થવામાં છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા જે આંકડાકીય માહિતી આપવામાં આવેલ છે તેમાં કહ્યું છે તે મુજબ જોવા જઈએ તો છેલ્લા અઢી વર્ષમાં રોજના સરેરાશ ૩૧.૮૬ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો પણ આજની તારીખે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અઢી વર્ષ પહેલા હતી તેવી જ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ માટેનું રોટેશન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી લગભગ ૧૭ તારીખ વર્તમાન પ્રમુખ અને ચેરમેનોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા પૂર્વ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતનાઓની હાજરીમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યાનુસાર છેલ્લા અઢી વર્ષમાં કુલ ૨૯૦.૬૨ કરોડના કામ મંજૂર થયા છે જે બદલ તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

જો કે, આ બેઠકમાં ચેરમેને આપેલ આંકડાકીય માહિતી ઉપર જો નજર કરીએ તો તેના કહેવા મુજબ અઢી વર્ષમાં એટલે કે ૯૧૦ દિવસમાં સરકારે કુલ મળીને ૨૯૦.૬૨ કરોડના કામ મજૂર કરેલ છે જેનો સીધો મતલબ એવો થાય કે સરકારે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે મોરબી જીલ્લામાં દરરોજના સરેરાશ રૂપિયા ૩૧.૮૬ લાખ મજૂર કરેલ છે જો કે, અહીની નબળી નેતાગીરી અને અન્ય ઘણા બધા કારણોના લીધે આજની તારીખે મોરબીમાં એક પણ રસ્તા માટે કોઈ ગર્વ લઈ શકે તેમ નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશક્યોકતી નથી અને આજની તારીખે મોરબીના ગામડાઓને જોડતા રોડ રસ્તાની સ્થિતિ કેવી દયનીય છે તે સર્વવિદિત છે અને ઓધ્યોગિક વિસ્તારને બાદ કરતાં ઘણા ગામડાઓના રસ્તા બિલકુલ ચંદ્રયાને ચાંદ ઉપરથી થોડા દિવસો પહેલા મોકલાવેલ તસવીરો જેવા જ છે તે હકકીત છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે




Latest News