મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી


SHARE









જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી

હાલમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે તેવી જે પ્રતિમાઓ મૂકવામાં આવેલ છે તેને લઈને વિવાદ થયો છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આક્રોશ સાથે કહ્યું હતું કે, “હનુમાનજી મહારાજ સૌના દાદા છે તે કોઈના દાસ નથી

બોટાદના સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે અને તેની સાથે મૂકવામાં આવેલ પ્રતિમાઓમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે જેને લઈને હાલમાં મોટો વિવાદ થયેલ છે અને ગામોગામ આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “આ સંતોની માનસિકતા નીચી છે કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય કેમ કે, વારંવાર શિવ-શક્તિ, કૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી સહુના દાદા છે તે કોઈના દાસ નહીં. તે દાસ માત્ર રામના છે. જેથી કરીને વહેલી તકે તમામ ચિત્રો અને મૂર્તિઓ હટાવી લેવા માંગ કરી છે અને જો આમ નહીં થાય તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ મેદાને ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી




Latest News