મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના પાસેથી એક્ટિવા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં રહેતા ઋત્વિકભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે ગાંધીના કારખાના નજીકથી તેનો ભાઈ ભાવિનભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૪) એક્ટિવા નંબર જીજે ૩૬ કયું ૮૫૦૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ભાવિનભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનો મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હોય અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કારમાં નુકશાન
માળીયા કંડલા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ સામેથી બોટાદના નાગલપર ગામે રહેતા વશરામભાઈ રામાભાઇ જોગરાણા જાતે ભરવાડ (૪૩)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તર પ્રદેશના રહેવાસી સત્યપાલસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૩૧)ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૬૨૦૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીની હુન્ડાઈ વર્ના કાર નંબર જીજે ૧૦ બીજી ૯૧૧૮ ની પાછળના ભાગમાં ઠાઠામાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવમાં કારમાં નુકસાની થઇ હોવાથી તે અંગેની ફરિયાદ હાલમાં તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News