મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામા પાણીના ટાંકા પાસે કપડાં ધોતા મહિલાની સાથે બોલાચાલી કરીને વાળ પકડીને માર માર્યો


SHARE







ટંકારામા પાણીના ટાંકા પાસે કપડાં ધોતા મહિલાની સાથે બોલાચાલી કરીને વાળ પકડીને માર માર્યો

ટંકારામાં જબલપુર રોડે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ પાણીના ટાંકા પાસે મહિલા કપડાં ધોઇ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા શખ્સે પાણીનો બગાડ ન કરો તેવું કહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે પાણીનો બગાડ નથી કરતી કપડાં ધોવું છું જે બાબતનો ખાર રાખીને દંપતીએ મહિલાની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ મળીને ઢીકાપાટુનો તેમજ વાળ પકડીને માર માર્યો હતો અને તલવાર લઈને મહિલા મારવા માટે આવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રણજીતાબેન સંજયભાઈ સવસાણી જાતે પટેલ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ચંદારાણા તથા તેના પત્ની ડોલીબેન મુકેશભાઈ ચંદારાણાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, સોસાયટીમાં તેના ઘર પાસે આવેલ પાણીના ટાંકા નજીક તેઓ કપડા ધોતા હતા ત્યારે મુકેશભાઈ ચંદારાણા ત્યાંથી નીકળ્યા હોય પાણી ઓછું બગાડો તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે હું પાણી બગાડતી નથી કપડાં ધોવ છું જેથી તેને મુકેશભાઇ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા ત્યારબાદ તેના પત્નીએ ત્યાં આવીને ગાળો આપીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાળ પકડીને જમીન ઉપર પછાડી દીધી હતી અને મુઢ ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદી મહિલાના પતિ સંજયભાઈ તથા ખોડુભાઈ તેઓના ઘરે તેને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે ડોલીબેન ચંદારાણા તલવાર લઈને ઘરમાંથી બહાર આવ્યા હતા અને ત્યારે ખોડુભાઈએ તેની પાસેથી તલવાર છીનવી લીધી હતી. જેથી ડોલીબેને ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે






Latest News