મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત


SHARE







ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વૃદ્ધને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હોવાથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વસંતભાઈ મોહનભાઈ ફેફર (૭૦) સીમમાં હતા ત્યારે પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા દરમિયાન સાપ કરડી ગયો હતો જેથી કરીને તેઓને પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેઓને સારવાર માટે મોરબી રીફર કરતા રસ્તામાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઈ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર સેંટમેરી સ્કુલ નજીક આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેણીમે સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શીતલબેન પૃથ્વીભાઈ જોશી નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા હાલ આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરાઇ છે. જ્યારે ફીનાઇલ પી જવાનો બીજો બનાવ મોરબીની વાવડી ચોકડી નજીક બન્યો હતો જ્યાં અમિતભાઈ નૌતમલાલ વડગામા (ઉમર ૩૫) રહે.ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી નામનો યુવાન અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.






Latest News