મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટ પાછળ ખુલ્લી ગટરમાં વારંવાર ગૌવંશ પડતાં હોવાથી યોગ્ય કરવા વિહિપ-બજરંગ દળની રજુઆત


SHARE





મોરબીની શાકમાર્કેટ પાછળ ખુલ્લી ગટરમાં વારંવાર ગૌવંશ પડતાં હોવાથી યોગ્ય કરવા વિહિપ-બજરંગ દળની રજુઆત

મોરબીની શાકમાર્કેટ પાછળની લોહાણાપરાની છેલ્લી શેરીમાં લાખોના ખર્ચે રોડ બનાવ્યા બાદ વર્ષો પછી પણ ખુલ્લી ગટર યથાવત છે જેમાં છાશવારે ગૌવંશો સહિતના જનાવર પડી જતા હોય તેને લઈને મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોગ્ય પગલાં લેવા માટે પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે.

વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળે મોરબી પાલીકાના જવાબદાર પદાધીકારી તેમજ અધીકારીને રજુઆત કરીને જણાવેલ છેકે શહેરના લોહાણાપરા વિસ્તાર શાક માર્કેટની પાછળના ભાગે એક ગટર ખુલ્લી હોય જેમાં અવાર નવાર ગૌવંશો પડી જાય છે.ભારત દેશની અંદર જયાં એકતરફ ગૌમાતાનું આપણે માતા માનીને પૂજન કરી રહ્યા છીએ તેમજ ગૌમાતા ઉપર કયારેય પણ કોઈ વિધર્મીઓ દ્રારા ગૌમાતા ઉપર હુમલો કે ગૌવંશોની જાનહાનિ કરવામાં આવતી હોય એવા સમયે વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના સ્વયંમ સેવકો ગૌવંશ માટે જાનની પરવા કર્યા વગર ગૌમાતાને બચાવવા માટે કામ કરતા હોય ત્યારે મોરબીમાં આવું થતું હોય (ખુલ્લી ગટરમાં ગૌવંશનું પડી જવું તે કેટલા અંશે વાજબી છે.

આ બાબતને લઇને ગૌરક્ષકો તેમજ જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેંસ પહોંચી રહી હોય યોગ્ય પગલા લેવા માંગ ઉઠી રહી છે. વધુમાં રજૂઆતમાં જણાવાયેલ છે કે હાલ જે રીતે મોરબીમાં આ રીતે વારંવાર ગૌવંશો ગટરમાં પડી જાય તે ધ્યાનનું ખુલ્લી ગટરની જગ્યાએ લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવે તેમજ ગટરની આજુબાજુમાં કચરાની પણ સાફ સફાઈ કરવામાં આવે તેમજ પુન: ત્યાં કચરો ફેંકે તેવા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળે મોરબી પાલીકાના જવાબદાર પદાધીકારી તેમજ અધીકારીને લેખીત રજુઆત કરીને સત્વરે પગલા લેવા માંગ કરેલ છે.




Latest News