મોરબીના કેરાળી નજીક બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીના કબીર આશ્રમ સામે કથાના ગ્રાઉન્ડનો બનાવ: પ્લગમાં ચાર્જર લાગવતા શોર્ટ લાગવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના કબીર આશ્રમ સામે કથાના ગ્રાઉન્ડનો બનાવ: પ્લગમાં ચાર્જર લાગવતા શોર્ટ લાગવાથી યુવાનનું મોત
મોરબીના નાનીવાવડી ગામે આવેલા કબીર આશ્રમ ખાતે આગામી દિવસોમાં મોરારીબાપુની કથા યોજાવાની છે તે કથા સ્થળે હાલ ડોમ લગાવવાની કામગીરી ચાલુ છે અને તે કામગીરી દરમિયાન ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં જુનાગઢ જિલ્લાનો વતની યુવાન પ્લગમાં ચાર્જર ભરાવવા ગયો ત્યારે તેને શોટ લાગતાં તે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.તેના મૃતદેહને પીએમ માટે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બનાવ સંદર્ભે હાલ એ ડિવિઝન પોલીસ આગળની તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના નાનીવાવડી ગામે આવેલા કબીર આશ્રમના સામેના ભાગના ગ્રાઉન્ડમાં આગામી સમયમાં જુલતા પુલના હતભાગીઓની આત્મશાંતિ અર્થે મોરારીબાપુની કથા યોજાવાની છે.આ કથાની હાલમાં તળામાર તૈયારીઓ ચાલી રહી છે અને કથા સ્થળે હાલમાં ડોમ લગાવવાની કામગીરી ચાલી રહી છે.તે દરમિયાનમાં ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં પ્લગમાં ચાર્જર ભરાવવા જતા સમયે પ્રિતેશભાઇ રાજુભાઈ બાબરીયા (ઉમર ૨૪) રહે.શેરગઢ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ વાળાને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને ઘટના સ્થળે જ પ્રિતેશ બાબરીયા નામના મૂળ જુનાગઢ જિલ્લાના યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના ડેડબોડીને પ્રથમ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.આ સમગ્ર બાબતે હાલમાં નૃતકના પિતા રાજુભાઈ હમીરભાઈ બાબરીયા (ઉમર ૫૫) રહે.શેરગઢ તા.કેશોદ જી.જુનાગઢ વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાહેરાત કરતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા વિપુલ પ્રવીણભાઈ કાટીયા નામના ત્રીસ વર્ષના યુવાનને મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી.વિપુલભાઈ કાટીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં પેટ્રોલ પંપ નજીક અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં વિપુલભાઈને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઇ જવાયો હતો અને આ બનાવ બાબતે ત્યાંથી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલમાં તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા મયુરભાઈ નાથાભાઈ અજાણા નામના ૨૩ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
બ્લેડ વડે ચેકા મારતા સારવારમાં
મોરબી તાલુકા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી નજીકના સિરામીક યુનીટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ચંદ્રભાણ નાયક નામના ૨૨ વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના જાતે બ્લડ વડે હાથ સહીત શરીરના ભાગે ચેકા માર્યા હતા જેથી કરીને તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં ખસેડાયો હતો અને હાલ તાલુકા પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.