ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

સુરતમાં ખેડૂત સમાજની ઓફિસ તોડી નાખવાની ઘટનાને મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ વખોડી: અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ


SHARE













સુરતમાં ખેડૂત સમાજની ઓફિસ તોડી નાખવાની ઘટનાને મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ વખોડી: અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ

 ખેડૂત સમાજ ગુજરાતના હોદ્દેદારોને પોલીસ દ્વારા ડિટેન કરી તેમની ગેરહાજરીમાં કાયદેસર કરારથી લીધેલ સુરતની ઓફિસ તોડી નાખવા તેમજ  રાજકીય ઇશારે ખેડૂત હિતમાં ખેડૂતનો અને ખેતી માટે ઝઝુંમતાં આગેવાનો સામે કિન્નાખોરી રાખી ભરવામાં આવેલ પગલાં સામે રાજ્યના ખેડૂતોનો વિરોધ કરવા તેમજ તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને હાથો બનેલા પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવાની માંગ કરેલ છે

સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલ પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લી. ના કમ્પાઉન્ડમાં આવેલ મકાનમાં રૂમ નંબર ૩ અને ૪ તા ૬-૨-૨૦૧૭ થી ૫૧ વર્ષના ભાડાપટ્ટે ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ બનાવવા માટે લેખિત કરાર કરી આપેલ હતી.  જેનું ખેડૂત સમાજ દ્વારા ભાડું નિયમિત જમાં થતું હતું અને કોઈ કરારની શરતોનો શરતભંગ કરેલ ન હતો. અને પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લી.ના સંચાલકોએ આ મકાન ભયજનક છે તેવી ખોટી રજૂઆત કરી સુરત મહાનગર પાલિકા પાસે નોટિસ અપાવેલ હતી. જે મુજબ ખેડૂત સમાજે સરકાર માન્ય ઇજનેર પાસે આ મકાન સુરક્ષિત હોવાનું સર્ટિ મેળવી લીધેલ હતું. આ બાબતે ખેડૂત સમાજ દ્વારા  મંડળી પર સુરતના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં રે. દી. મુ. નંબર ૩૧૮/૨૦૨૩ અને ૪૩૭/૨૦૨૩ દાખલ કરેલ હતા. અને આ મામલો ન્યાયાધીન હોવા છતાં ગેરકાયદેસર રીતે પોલીસ વિભાગનો સાથ સહકાર લઈ ખેડૂત આગેવાનોને બળજબરીથી ડિટેન કરાવી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને તે સમયગાળા દરમિયાન રાજકીય ઇશારે આ મંડળીના હોદ્દેદારો દ્વારા આ ૨૯-૮-૨૦૨૩ ના રોજ જેસીબીથી ઓફિસ તોડી પાડવામાં આવી હતી અને તેમાં રહેલ સામાન અને સંસ્થાના રેકર્ડનો નાશ થયેલ છે. અત્રે નોંધવું જરૂરી છે કે આ સહકારી મંડળીના આગેવાનોએ લીધેલ નિર્ણય સાથે મંડળીના મોટાભાગના ખેડૂત સભ્યો સહમત નથી.  

રાજ્યમાં ખેડૂતો, ખેતીના પ્રશ્નો માટે ખેડૂત સમાજ -ગુજરાત  ૧૯૭૨ થી  સતત કોઈપણ પક્ષ કે સરકાર જોયા વિના કાર્યો કરતું સંગઠન છે. આ સંગઠનમાં ખેડૂતોના હિતની વાત કરનાર પીઢ અને જાણીતા લોકો વર્ષોથી કાર્યરત છે. રાજ્યમાં ખેતી અને ખેડૂતોની વાત માટે સતત આ સંસ્થા લડત આપતી આવી છે અને ખેડૂતોના હિતમાં રજૂઆતો કરતી આવેલ છે. કૃષિના નીતિગત મુદ્દાઓ પર, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે અને મોટા વિસ્તારોમાં થતાં અન્ય હેતુઓના જમીન સંપાદન, પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇનના આરઓયુમાં ખેડૂતોને નુકશાન પર, ખાતર તેમજ અન્ય ખેતીના વપરાશના સાધનોના ભાવ વધારા પર, બજાર ભાવ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો પર, પાક વીમા, ખેતીમાં પાક નુકશાન વિગેરે વિવિધ મુદ્દાઓ પર કાયદાની મર્યાદામાં ખેડૂત હિતમાં ખેડૂતો સાથે રહી ખેડૂત સમાજ રજૂઆતો, આંદોલનો, માંગો મૂકી ખેડૂતોને ન્યાય અપાવવા માટે સતત કાર્યરત રહ્યું છે. તેવા સંજોગોમાં આ સંસ્થા સામે રાજકીય કિન્નાખોરી રાખી સંસ્થા અને આગેવાનોને હેરાન કરવાનું કૃત્ય સરકાર માટે યોગ્ય નથી.   

લોકશાહીમાં દરેક નાગરિક, સંસ્થાને તેની ઈચ્છા કે વાત રજૂ કરવાનો અને વિરોધ દર્શાવવાનો હક છે. ખેડૂતને નુકશાન થતું હોય તો તેની વાત સરકારમાં રજૂ કરવાનો અધિકાર ખેડૂતો અને ખેડૂત સમાજને છે તેવા સંજોગોમાં ખેડૂત સમાજ સામે ખોટી રીતે અને સરકારના સહકાર વિભાગ, પોલીસ વિભાગનો દૂર ઉપયોગ કરી આ ખેડૂત સમાજની ઓફિસ તોડી પાડવી અને કાયદા વિરુધ્ધનું કૃત્ય ખૂબ જ દુઃખદ અને વખોડી કાઢવા લાયક છે. જેથી અમો સરકારના આ પગલાંનો વિરોધ કરીએ છીએ. ગુજરાત ખેડૂત સમાજે રાજ્યમાં ૧૯૭૨થી અસંખ્ય આંદોલનો કરેલ છે, વિરોધ કરેલ છે, ધરણાં કરેલ છે, રેલીઓ કાઢેલ છે, રજૂઆતો કરેલ છે પરંતુ એક પણ કિસ્સામાં તોફાન, ધાંધલ કે ધમાલ કરેલ નથી. વિવિધ જિલ્લાઓમાં હજારો પ્રદર્શનો કર્યા હોવા છતાં એકપણ પોલીસ કેસ આવા આંદોલનો દરમિયાન ખેડૂતો પર કે ખેડૂત સમાજના આગેવાનો/હોદ્દેદારો પર થયેલ નથી. જે સાબિત કરે છે કે ખેડૂત સમાજ ખેતી અને ખેડૂત હિતમાં કાયદાકીય મર્યાદામાં શાંતિપૂર્ણ રજૂઆતો અને પ્રદર્શનો કરે છે જે લોકશાહી માટે જરૂરી છે. આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ખોટી રીતે પોલિસ તંત્ર દ્વારા સહકાર આપી ખેડૂત સમાજ ગુજરાતની ઓફીસ તોડી પાડવાની મદદગારીના ગુનામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ  સાથે આવેદન પત્ર આપવામાં અવાયું છે ત્યારે પ્રદેશ કૉંગ્રેસ અગ્રણી કાંતિલાલ ડી. બાવરવા, કે.ડી. પડસુંબિયા, મહેશ રાજ્યગુરુ, એલ.એમ કાંઝારીયા, ભાવેશ સાવરિયા, અશોક કૈલા, અકબરભાઈ, સકિલભાઈ પીરઝાદા, ફારુકભાઈ કડીવર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News