વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત


SHARE









મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો જે કેદીએ સબ જેલની બેરેકના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં પકડાયેલા કાચા કામના કેદી સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત (૨૨)ને મોરબીની સબ જેલમાં રાખવામા આવ્યો હતો દરમ્યાન તેને બેરેક નંબર ૧૦ ના બાથરૂમમાં તેનો રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેને મૃતહેદને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. વધુમાં જેલના સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો અને જેલમાં કેદીની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાથરૂમમાંથી તેની આપઘાત કરેલ હાલતમાં લાશ મળી હતી જેથી આ ઘટનાની મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હતી




Latest News