હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજાયો સરસ્વતિ સન્માન સમારોહ


SHARE









મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજાયો સરસ્વતિ સન્માન સમારોહ

રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ધો.૯ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સંસ્થાના પ્રમુખ સૌદપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્રીતીય નંબર મેળવનાર ૧૨૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, શિવમ હોસ્પિટલના ગાયનેક ડો.વિશ્વા કોટેચા અને શિક્ષક જશવંતભાઈ મિરાણી સહિતના આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિના આગેવાનોના હસ્તે શિલ્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા.તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૫૦૦ થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપી હતી અને કાર્યકમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, સહમંત્રી હાર્દિકભાઈ કાથરાણી ખજાનચી હિરેનભાઈ પુજારા તેમજ મહામંત્રી પરિમલભાઈ ઠક્કર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News