મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે યોગી વિદ્યાલય સામે ટ્રેન હડફેટે ચડી ગયેલા વૃદ્ધનું મોત


SHARE















મોરબીના નવલખી રોડે યોગી વિદ્યાલય સામે ટ્રેન હડફેટે ચડી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યોગી વિદ્યાલય સામે રેલ્વે ટ્રેક ઉપરથી પાણી લઈને જઇ રહેલા વૃદ્ધને ટ્રેનની ટક્કર લાગી હતી જેથી કરીને વૃદ્ધને ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યોગી વિદ્યાલય સામેના ભાગમાં ઝૂંપડામાં રહેતા લાલનાથ નાગનાથ રાઠોડ જાતે મદારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓના પિતા નાગનાથભાઈ કાનનાથભાઈ રાઠોડ (૬૫) પાણી લઈને રેલ્વે લાઈન ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેન આવી જતા ટ્રેનની ટક્કર લાગવાથી નાગનાથભાઈને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના મકનસર ગામે રહેતા અમૃત સિધ્ધરાજ જિંજવાડીયા (૩૬) નામના યુવાનને તેના ઘરે તેના બનેવીએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે તેના પત્ની કિરણબેન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

બાળકીને ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીસમ સીરામીક નજીક રિયલ એસ્ટેટ પ્લોટીંગ એરિયામાં બાઈક ઉપર બેસીને જઈ રહેલ શિવકન્યા દિનેશભાઈ પરમાર (૫) નામની બાળકી બાઇકમાંથી નીચે પડી ગઈ હતી જેથી ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ ખડિયા વિસ્તારમાં રહેતા ટપુભાઈ બળદેવભાઈ બાવાજી (૨૭) નામનો યુવાન મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં હતો ત્યારે ત્યાં ઊંચાઈ ઉપરથી નીચે પડતા તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News