મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભંગાર વેચાણના રૂપિયા ન આપતા યુવાનની હત્યા કરનારા તેના જ બે મિત્રોની ધરપકડ


SHARE













મોરબીમાં ભંગાર વેચાણના રૂપિયા ન આપતા યુવાનની હત્યા કરનારા તેના જ બે મિત્રોની ધરપકડ

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગ ઉપર બોથડ પદાર્થના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવેલ લાશ મળી હતી જેની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં મૃતક યુવાનના બે મિત્રોની ધરપકડ કરેલ છે અને ભંગારની ચોરી કર્યા બાદ આવેલા રૂપિયા મૃતક યુવાનની પાસે રહેતા હતા જે રૂપિયા બાબતે બોલાચાલીમાં તેની હત્યા કરી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના રહેવાસી કનુભાઈ સુરમાભાઈ ખાંટ જાતે ઠાકોર (૫૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓનો કૌટુંબિક ભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ નાનાભાઈ ખાંટ જાતે ઠાકોર (૨૫) રહે. મુળ મસાદરા જીલ્લો અરવલ્લી વાળો મોરબીની બાજુમાં જુદા જુદા વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતો હતો અને કાગળ વીણવાનું કામ કરતો હતો દરમિયાન મોરબી તાલુકાના લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થના ઘા જીકીને તેની હત્યા કરવામાં આવેલ હાલતમાં લાશ મળી આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં એલસીબીની ટીમે હાલમાં મૃતક યુવાનના જ બે મિત્રો દિનેશ ખુમાન માવી રહે. મૂળ એમપી હાલ લાલપર અને અર્જુન જવરચંદ ગામર રહે. મૂળ એમપી હાલ લાલપર વાળાની ધધરપકડ કરેલ છે અને આ ત્રણેય ઘટના પહેલા લાલપર સ્મશાન તરફ જતા દેખાયા હતા તેવી માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક સહિતના ત્રણેય સાથે મળીને જે વસ્તુ હોય તે ઉપાડી લેતા હતા અને બાદમાં તેને વેચી નાખતા હતા અને જે રૂપિયા આવેલ તે મૃતક યુવાન પાસે રહેતા હતા જે રૂપિયા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને મૃતકને મોઢા અને માથા ઉપર પથ્થર મારીને તેની હત્યા કરી નાખી હતી હાલમાં પોલીસે તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News