મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE







ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું આયોજન હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં વિજ્ઞાન પ્રદર્શનને "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નામ આપવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી" રાખવામાં આવ્યો છે તેમજ પાંચ પેટા વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃતિઓ તૈયાર કરી હતી.  સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ સી.આર.સી.દીઠ કુલ 5-5 કૃતિઓ મળીને કુલ 30 કૃતિઓનું પ્રદર્શન તાલુકા કક્ષાએ રજૂ કરાયું હતું. ટંકારાના ભાજપના આગેવાન વસંતભાઈ માંડવિયાભાવિનભાઈ સેજપાલના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતુંજેમાં હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણીગામ આગેવાન ગણેશભાઇ નમેરાટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફરશૈક્ષીક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયામિતાણા તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારધીસી.આર.સી. કો-ઓર્ડીનેટરશાળના શિક્ષકો જોડાયા હતા. ડાયેટ પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતાની હાજરીમાં પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરાયા હતા તેમજ માર્ગદર્શક શિક્ષકોને તેમના નામવાળી પેન આપીને સન્માનિત કરાયા હતા.






Latest News