મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો


SHARE









મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આશય મિલેટનો ઉપયોગ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ. આ કર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ વિશેની વિસ્તૃત જાણકારી આપી, તેના ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, ઇફકો, જી.એ.ટી.એલ. તથા જી.એન.એફ.સી. કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારશ્રીની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટો વિશે માહિતી મળી રહે છે આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, રાજુભાઈ પરમાર, ડો. એલ. એલ. જીવાણી, ડી.એ. સરડવા, હેતલબેન મણવર, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક, એ.એલ. કોરડીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News