મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ


SHARE









મોરબી: વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ભવાઈ-નૃત્ય નાટિકાના કલાકારોને આમંત્રણ

ગુજરાતમાં ભવાઈ, નૃત્ય-નાટિકા, કથા-કીર્તન, ડાયરાઓ, કઠપુતળીના વેશો સહિતના પરંપરાગત અને લોકમાધ્યમોની સમૃદ્ધ પરંપરા રહી છે.  આ માધ્યમોની અસરકારકતા હજુ પણ ગ્રામીણ ક્ષેત્રોમાં હોઈ, આગામી બે-ત્રણ માસ દરમિયાન ખાસ કરીને "ભવાઈ" અને "નૃત્ય નાટિકા"ના માધ્યમથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વિષયોને આવરી લઈને આ કલાનું મંચન થાય તો છેવાડાના લોકો સુધી લોકબોલીમાં વિકાસલક્ષી યોજનાઓના સંદેશાઓ અસરકારક ઢબે પહોંચાડી શકાય તેમ છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ‘ભવાઈ’ અને ‘નૃત્ય નાટિકા’ નું મોરબી જિલ્લાના ગ્રામીણ સ્તરે અમલીકરણ થાય તે માટે બંન્ને માધ્યમો સાથે સંલગ્ન ક્લા જૂથો પાસેથી ઉકત ચાર વિષયોની ૨૫-૩૦ મિનિટના સમયગાળાની ભવાઈ અને નૃત્ય નાટિકા માટેની પટકથા (SCRIPT) તૈયાર કરાવવાની રહેશે. આ બંને માધ્યમો માટેની પટકથા ૭ દિવસમાં તૈયાર  કરી જિલ્લા માહિતી કચેરી બ્લોક નં.૨૨૫-૨૨૮ જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મો. ૮૭૫૮૩૧૧૬૭૩, ૯૮૨૪૮૨૬૩૬૩  પર સંપર્ક કરવાનો રહેશે.




Latest News