મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આજથી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવી રહ્યા છે

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માટે અગાઉ હવન કરાયો હતો ત્યારે જ મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા સંકલ્પ કરાયો હતો અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથાનું સમાજ સેવકો દ્વારા આયોજન કરાયેલ છે આજે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી જેમા દિવંગત આત્માઓના પરિવારજનો પણ જોડાયા હતા અને વાજતે ગાજતે પોથી યાત્રા કથા સ્થળ સુધી પહોંચી હતી અને આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આ કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેનો લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે 




Latest News