મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે અને બાદમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો છે જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા છે આવી જ રીતે આ વર્ષે પણ શાસ્ત્ર પૂજન  અને રેલી યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આ મહારેલી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજપૂત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો, હોદેદારો સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા  




Latest News