મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલા બે શખ્સને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ


SHARE









મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલા બે શખ્સને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

મોરબી જીલ્લામાં લાંચ લેતા બે શખ્સને એ.સી.બી.ની ટીમે પકડી લીધા હતા જેના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના આરોઈના વકીલની દલીલ અને કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને બંને આરોપીને જામીન મુકત કરવા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ઢાંકી ગામથી રાજકોટ જીલ્લાના હડાળા ગામ સુધી નર્મદા પાણીની લાઈન નાખવામાં આવેલ છે અને આ લાઈનમાં વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાંથી પસાર થતી હોઈ, ફરીયાદી તથા તેના મિત્ર કાછીયાગાળાના સર્વે નંબરમાંથી પસાર થતી નર્મદા પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર કનેકશન મેળવેલ હોય આરોપીઓએ ગેરકાયદેસર કનેકશન દૂર કરવા બાબતે કેશ નહિ કરવા સબબ લાંચ માગી હતી જેની ફરીયાદીએ એ.સી.બી. પોલીસને જાણ કરતા મોરબી એ.સી.બી. પોલીસે ટ્રેપ ગોઠવી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતા અને મોરબી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૨, ૧૩(૨) વિગેરે મુજબનો ગુનો સુમાર ઉર્ફે સમીર નુરમામદ જુણેજા તથા હિરેન ઉર્ફે બાપુ ચંદુભાઈ કોટડીયા તથા અન્ય વિરૂધ્ધ નોંધાતા પકડાયેલ આરોપીઓએ સામે નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં આરોપીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો અને રજૂ કરેલા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ જામીન અરજીના કામે આરોપીઓના વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રીધી પી.રૂપારેલીયા, રવી કે. કારીઆ, અતુલ સી.ડાભી, મનીષ ભોજાણી, દયારામ ડાભી તથા સુરેશ બેરાણી રોકાયેલા હતા.




Latest News