મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી સોસાયટી, પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી, હળવદના સૂર્યનગર તેમજ વાંકાનેર ગૌશાળા વાળી મેલડી મંદિરે નવરાત્રિમાં બાળાઓને લ્હાણી


SHARE















મોરબીમાં સરસ્વતી સોસાયટી, પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી, હળવદના સૂર્યનગર તેમજ વાંકાનેર ગૌશાળા વાળી મેલડી મંદિરે નવરાત્રિમાં બાળાઓને લ્હાણી

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મોરબીના સરસ્વતી સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા ૪૦ થી વધુ બાળાઓને લ્હાણીરૂપે પર્સની ભેટ આપવામાં આવી હતી.સાથે જ તેમના દ્વારા પ્રસાદનું આયોજન કરાયું હતું.તેમજ હેતલબેન પટેલે માતાજીની આરતી કરીને માતાજીની આરાધના કરી હતી.તેમજ મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી.મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય ગીરીશભાઈ શેઠનો પુત્ર પાર્થનો આજે જન્મદિવસ નિમિત્તે મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરવામાં આવ્યા હતા. બાળકોને આનંદિત કરી પાર્થએ જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જાગૃતિબેન, જયશ્રીબેન, નિર્મળાબેન જોડાયા હતા.

જયારે શ્રી આવાસ ની મેલડી માતાજી મંદિરે દ્વારા સોસાયટીની તમામ બાળાઓને લહાણી વિતરણ કરાઈ હતી.આસો નવરાત્રિની આઠમના દિવસે કન્યા પૂજન સાથે બાળા ઓને લહાણી વિતરણ કરાઈ હતી.પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ આવાસ ની મેલડી માતાજીના મંદિરે ખાતે દર રવિવારે બટુક ભોજન સહિતની સેવા આપાઈ છે.મોરબીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં આઠમના પવિત્ર દિવસે કન્યા પૂજન સાથે બાળાઓને બેડાની લહાણી ભેટ આપવામાં આવી હતી.મોરબીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ આવાસની મેલડી માતાજીના મંદિર દ્વારા સોસાયટીમાં દરેક કુવારિકા બાળાઓને નવરાત્રી મહોત્સવમાં આઠમના પવિત્ર દિવસે કન્યા પૂજન સાથે ૮૦ થી વધુ બાળાઓને બેડાની લહાણી ભેટ આપવામાં આવી હતી.નાની બાળાઓએ લ્હાણી ભેટ સ્વરૂપે મેળવી આનંદ અનુભવ્યો હતો.આ સાથે મેલડી માતાજી ના મંદીરે દર રવિવારે બટુક ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.જેમાં બહોળી સંખ્યામાં બાળકો પ્રસાદ નો લાભ લઇ રહ્યા છે.

શ્રી સરસ્વતી શિશુમંદિર - શકત શનાળા

ચૌદ બ્રહ્માંડ, બાવન શક્તિપીઠ, ગૌમાતા, ભારતમાતા તથા વિદ્યાલય પણ એક મંદિર છે તો વિદ્યાલયની આઠમની મહાઆરતી શ્રી સરસ્વતી શિશુમંદિર - શકત શનાળા ખાતે ઉતારવામાં આવી હતી.

સૂર્યનગરની ગરબીમાં દીકરીઓને લ્હાણી

સૂર્યનગર-બજરંગ યુવા ગ્રુપ આયોજીત નવરાત્રી મહોત્સવ માં નવમા નોરતાએ ગરબાની રમઝટ બોલી સાથે સાથે ગામના સરપંચ મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર દ્વારા ગામની કુંવારી દીકરીઓને નવ દિવસ સુધી ગરબા ગાઈને માતાજીની આરાધના કરવા બદલ ભેટ સ્વરૂપે લ્હાણી કરવામાં આવી હતી સાથે સાથે નવમાં અને છેલ્લા નોરતાએ આખા ગામના ગ્રામજનો દ્વારા સમુહ આરતી સાથે મહા આરતી કરવામાં આવી હતી જેનો નજારો અદ્દભુત અને આહલાદક સર્જાયો હતો અંતમાં સોનગ્રા ડાયાભાઈ અને ગણેશભાઈ તરફથી પ્રસાદ આપવામાં આવ્યો હતો.તેમજ મોરબીમાં ગૌશાળા વાળી મેલડીમાંના લાભાર્થે વાંકાનેર જીનપરાના ચોકમા છેલા ૫૦ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે.ત્યારે મોરબીના વિષ્ણુભાઈ મજેઠીયા દ્વારા ૫૦ બાળાઓને લાણી અર્પણ કરીને નવદુર્ગાના આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News