આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિર ઉપર પથ્થર મારો કરનારા મુસ્લિમ શખ્સે જાહેરમાં ભગવાનની માફી માંગી: ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં મંદિર ઉપર પથ્થર મારો કરનારા મુસ્લિમ શખ્સે જાહેરમાં ભગવાનની માફી માંગી: ગુનો નોંધાયો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરે ગઇકાલે વહેલી સવારે ભગવાનની આરતી ચાલુ હતી ત્યારે મુસ્લિમ શખ્સે બહાર બેફામ વાણી વિલાસ કર્યો હતો અને મંદિરે આવનારા તથા મંદિરને સળગાવી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પૂજારીના પત્નીએ મંદિરનો દરવાજો બંધ કરી દીધો હતો માટે આ શખ્સે મંદિર ઉપર પથ્થરના છૂટા ઘા કર્યા હતા આ બનાવને લઈને વાઘપરા વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો, હિન્દુ સંગઠનો સહિતઓમા ભારે રોષની લાગણી હતી જેથી કરીને પોલીસે મંદિરના પૂજારીની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે અને આ શખ્સને બનાવ સ્થળે પોલીસ લઈને આવી હતી ત્યારે ત્યાં તેને હવે બીજી વખત આવું નહીં થાય” તેવું કહીને જાહેરમાં ભગવાનની માફી માંગી હતી

ગઇકાલે સવારે ૬ થી ૬:૩૦ માં મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધા ક્રિશ્ના મંદિર ખાતે રાબેતા મુજબ મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ અગ્રાવત અને તેના પત્ની બીનાબેન અગ્રાવત પૂજા પાઠ કરવા માટે આવ્યા હતા ત્યારે મંદિરની બહારના ભાગમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતો મોસીન મામદ કુરેશી નામનો મુસ્લિમ શખ્સ આવ્યો હતો અને ત્યાં બેફામ વાણી વિલાસ કરતો હતો જેથી કરીને મંદિરના પૂજારીના પત્નીએ મંદિરનો દરવાજો બંધ કરી દેતા બહારના ભાગે ઉભેલા શખ્સે મંદિરના દરવાજા ઉપર ઈંટ પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને બેફામ ગાળો બોલીને મંદિરે આવનારા લોકો તથા મંદિરને સળગાવી નાખવાની ધમકી આપી હતી દરમિયાન ત્યાં દર્શન કરવા માટે થઈને આવેલા વિનુભાઇ કંઝારીયા નામના વૃદ્ધને પણ પથ્થરના છૂટા ઘા મારીને હાથ અને કમરના ભાગે ઇજા કરી હતી અને આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતા વાઘપરા વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને તાત્કાલિક મંદિર ખાતે એકત્રિત થયા હતા

ત્યાર બાદ જય શ્રી રામના નારા સાથે સ્થાનિક લોકો તેમજ વિહિપ, બજરંગ દળ, હિન્દુ વાહિની, કરણી સેના સહિતના જુદાજુદા સંગઠનોના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવ્યા હતા અને મંદિર ઉપર પત્થર મારો કરનારા શખ્સની જાહેરમાં સરભરા કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ત્યારે મંદિર અને મંદિરની આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા જેથી કરીને પોલીસે વાઘપરામાં જ રહેતા મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઇ નટવરલાલ અગ્રાવત જાતે બાવાજી (૪૯)ની ફરિયાદ લઈને આરોપી મોસીન મામદ કુરેશી રહે. કબીર ટેકરી મોરબી વાળાની સામે આઈ.પી.સી. કલમ ૨૯૫, ૩૨૩, ૩૩૬, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨)જી.પી.એકટ. ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મંદિર ઉપર પથ્થરના ઘા કરનાર મોસીન મામદ કુરેશી મંદિર ઉપર પત્થર મારીને બેફામ વાણી વિલાસ કર્યા બાદ ઘરે કે પછી કોઈ જગ્યાએ ભાગી જવાના બદલે સીધો જ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોચી ગયો હતો તેવું સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને જણાવી રહ્યા હતા જેથી કરીને આ મુસ્લિમ શખ્સે શા માટે થઈને મંદિરના પૂજારીને ગાળો આપી ?, મંદિર ઉપર પથ્થરમારો કર્યો ? અને મંદિર સળગાવી નાખવાની ધમકી આપી ? તે મુદાઓની તપાસ કરવામાં આવે તો સત્ય બાહર આવે તેવી શક્યતા છે જો કે, આ શખ્સ ખરેખર ત્યાં આવ્યો હતો કે પછી તેને કોઈએ ત્યાં મોરબીની શાંતિને ડહોળવા માટે મોકલ્યો હતો તે તપાસનો વિષય છે અને આ બાબતે હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુરુએ પણ પોલીસને તટસ્થ તપાસ કરવાની રજૂઆત કરેલ છે






Latest News