મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.


SHARE







મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા કાલે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો હાજર રહેશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસો.ના હોદ્દેદાર પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સિટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે તેવામાં આવતી કાલે તા ૩૦/૧૦ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહયું છે ત્યારે ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનો દ્વારા ઉપવાસ રાખીને શ્રદ્ધાંજલિ યાત્રાનું અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી રેલીની મંજૂરી મળી નથી જેથી કાલે આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કાલે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાશે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો જોડાશે તેવું હલમ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News