મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર શિક્ષક સમાજનો પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ સંપન


SHARE









મોરબીના પાટીદાર શિક્ષક સમાજનો પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ સંપન

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૭૧૨ જેટલા કડવા-લેઉવા પાટીદાર શિક્ષકો જેનું 'મોરબી પાટીદાર શિક્ષક સમાજ 'નામનું સંગઠન કાર્યરત છે, જેઓ "હું નહીં  આપણે "ની તાકાત સાથે સંગઠનમાં જોડાયેલા સભાસદો પોતાની સરકારી ફરજની સાથે સાથે મોરબીમાં વર્ષ દરમ્યાન યોજાતા સેવાકીય પ્રકલ્પો જેવા કે સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપે છે

દર બે મહિને કાર્યકર્તાઓ મળે છે અને જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરી એકમેકને મદદરૂપ થઇ સમસ્યા ઉકેલે છે.પાટીદાર સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધી સામાજિક ફલક પર કાર્યરત છે. આ પાટીદાર શિક્ષક સમાજનો સ્નેહમિલન સમારોહ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પીઆઇ ડી.એમ. ઢોલ ની પ્રેરક હાજરીમાં રાખવામા આવ્યું હતું ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, અશોકભાઈ વડાલિયા, પ્રવિણભાઈ ભોરણીયા તેમજ દિનેશભાઈ વડસોલા સહિતના હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલ ૧૮ જેટલા શિક્ષક બંધુ ભગીનીઓનું સન્માન કરાયું હતું. તેની સાથોસાથ પ્રકાશભાઈ વરમોરા નવનિયુક્ત ધારાસભ્યનું પણ સન્માન કરાયું હતું. અને આ તકે સહુ આગેવાનોએ પ્રસંગીક પ્રવચન પણ આપ્યું હતું જો કે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેઓએ શુભેચ્છા સંદેશ આપેલ હતા આ કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મારવણીયા, શૈલેશભાઈ ઝાલરીયા, અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા વગેરેની ટીમે કર્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ આદ્રોજા, રમેશભાઈ કાલરીયા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષભાઈ કાલરીયા, શશીકાંત ભટાસણા, સંદીપભાઈ લોરીયા,અશોકભાઈ વસિયાણી,ગિરીશ કલોલા,મુકેશ બરાસરા, રમેશભાઈ ભાટિયા,રાજેશ મોકાસણા,અશ્વિનભાઈ દલસાણીયા, કિરણભાઈ કાચરોલા, સતીશભાઈ જીવાણીએ ખૂબ જહેમત ઉઠાવી હતી.




Latest News