મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમા ટ્રક ચાલકની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE











વાંકાનેરમા ટ્રક ચાલકની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

વર્ષ ૨૦૨૦ માં વાંકાનેરમાં મૂળ ઈન્દોરના રહેવાસી ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને લોખંડનો પાઇપ મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે

મૂળ ઇન્દોરના રહેવાસી સંતોષ ઉર્ફે સંજય રતનસિંહ બામણિયા વાંકાનેર ખાતે ટ્રક ચલાવતો હતો અને આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાન સાથે ફોનમાં ઝઘડો થયો હતો અને આરોપીએ સંતોષ ઉર્ફે સંજયને જાતિ પ્રત્યે અપમાનિત કરીને લોખંડનો પાઇપ મારીને તેની હત્યા કરી હતી. જે કેસ સ્પેશિયલ જજ એટ્રોસીટી કોર્ટ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૨૩ મૌખિક અને ૩૧ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાનને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે રોકાયેલ હતા.




Latest News