મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા


SHARE











મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા

તાજેતરમાં આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, પગાર PRAISA ના બદલે SAS માં જ ચાલુ રાખવો, પગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવામાં આવે, બી.એલ.ઓ. જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી ઓછી કરવામાં આવે, દિવ્યાંગ તેમજ અસાધ્ય બીમારી ધરાવતા શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીના નોર્મસમાં સુધારો કરવામાં આવેલ, ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી અને બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો અને વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે, એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી, N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારીના બાળકો આપી શકે ત સહિતના જુદાજુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત પ્રવિણભાઇ ધોળુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મહાસંઘ મોરબી દ્વારા કરવામાં આવી હતી.




Latest News