મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો


SHARE







ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો

ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બાબતે બોલાચાલી કરીને બાજુમાં ખેતર ધરાવતા બે શખ્સો દ્વારા પથ્થરો મારીને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા પરેશભાઈ રણછોડભાઈ છીપરીયા જાતે કોળી (૩૮) ને મનસુખભાઈ અને હીરાભાઈ નામના બે વ્યક્તિઓ દ્વારા પથ્થરથી મારીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા પરેશભાઈ છીપરીયાને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ઝાલાના મેઘપર ગામે પરેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે તેઓની બાજુમાં વાડી ધરાવતા મનસુખભાઈ અને હીરાભાઈએ સેઢાની યકરાર બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા પરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો આદિલ ફારુકભાઈ માલકીયા (૨૨) નામનો યુવાન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રવિ મગનભાઈ રાઠોડ (૨૮) નામના યુવાનને અજય, મિલન અને અક્ષય નામના ત્રણ વ્યક્તિઓ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે. બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News