મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ


SHARE









ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના બની રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે છેલ્લા દોઢ માહિનામાં ચોરીની એક કે બે નહીં પણ ૨૦ જેટલી ઘટના બની હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને પોલીસની ઢીલીનીતિ હોવાની અણીદાર આક્ષેપ પણ કરેલ છે આટલું જ નહીં ટંકારા પોલીસ ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરે છે તેવી પણ આક્ષેપ કરેલ છે

ટંકારાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગામના લોકોએ મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ થી બે મહિનામાં અંદાજે ૨૦ જેટલી નાની મોટી ચોરીની ઘટના બનેલ છે છતાં સમગ્ર ટંકારા પોલીસ હજુ સુધી કોઈને પકડી શકેલ ન આથી અને ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે ફરિયાદ લેવાના બદલે માત્ર સાદા કાગળ ઉપર અરજી લઈને તપાસ કરે છે તેવું કહે છે અને કોઈ આરોપી પકડાતાં નથી અને આ ગામના ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવા વારંવાર ટંકારા પોલીસ સ્ટેશને જાય છે તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરેલ છે વધુમાં જણાવ્યુ હતું કે, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં જુદાજુદા સમયે ચોરી કરવામાં આવેલ છે છતાં ટંકારા પોલીસે ફરિયાદ લીધેલ નથી ! જેથી ફરજમાં બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News