હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના સરૈયા ગામે રસ્તો ઓળંગી રહેલ યુવાન અજાણી કારની ઝપટે ચડી જતા મોત


SHARE













ટંકારાના સરૈયા ગામે રસ્તો ઓળંગી રહેલ યુવાન અજાણી કારની ઝપટે ચડી જતા મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સરૈયા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે પંદરેક દિવસ પહેલા જ અહીં આવેલ યુવાન પોતાના આઠ વર્ષના બાળકને સાથે રાખીને સાંજના સમયે વસ્તુ લેવા માટે દુકાન તરફ જતો હતો ત્યારે રસ્તો ઓળંગતા સમયે કોઇ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઈજા પામેલ યુવાનને ટંકારા ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જો કે અહીં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આગળની તપાસ માટે પોલીસને જાણ કરતા મોરબી એ ડિવિઝન પોલીસે ટંકારા પોલીસ મથકમાં જાણ કરી હતી અને ટંકારા પોલીસે આ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાંભરા વિસ્તારનો રહેવાસી રમેશભાઈ છગનભાઈ વસુનીયા જાતે આદિવાસી (ઉમર ૪૫) નામનો યુવાન પંદરેક દિવસ પહેલા જ ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી માટે પરિવાર સાથે આવ્યો હતો.તે પોતાની પત્ની અને બે દીકરી તથા બે દીકરા એમ ચાર સંતાનો સાથે અહીં છેલ્લા ૧૫ દિવસથી રહેતો હતો અને ખેત મજૂરીનું કામ કરતો હતો. દરમિયાનમાં તા.૯ ના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં રમેશભાઈ છગનભાઈ વસુનીયા નામનો મજુર યુવાન પોતાના આઠ વર્ષના પુત્રને સાથે લઈને વાડી વિસ્તારમાંથી નીકળીને રોડ ઉપર આવ્યો હતો અને અહીં દુકાને વસ્તુ લેવા માટે જતો હતો.તે જયારે રોડ ઓળંગતો હતો ત્યારે કોઇ અજાણી કારના ચાલકે રમેશભાઈ વસુનીયાને હડફેટે લીધો હતો.જેથી ગંભીરપણે ઇજાગ્રસ્ત હાલતમાં તેને ટંકારા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીં મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે અહીં જોઈ તપાસીને રમેશભાઇ વસુનીયા નામના મજુર યુવાનને મૃત જાહેર કરાયો હતો.બાદમાં પીએમ કરવામાં આવ્યું હતું અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરાઈ હતી.જોકે બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારનો હોય ત્યાં જાણ કરાતા હાલ ટંકારા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ આ બાબતે આગળની તજવીજ ચલાવી રહ્યા હોવાનું ટંકારા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની સામે ભરતનગર શેરી નંબર-૨ માં રહેતા સવિતાબેન વિઠ્ઠલભાઈ દસાડીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી જેથી સ્ટાફના હરેશભાઈ ચાવડાએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે ગત તા.૮ ના રોજ સવારે આઠેક વાગ્યે સવિતાબેન દસાડીયા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા અને સ્કાયમલ નજીક પહોંચ્યા ત્યારે તેઓનું બાઈક ત્યાં અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં લવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્ક નજીક બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં હરેશભાઈ નરશીભાઈ દાવા (૪૭) રહે.યદુનંદન સોસાયટી નવા બસ સ્ટેશન પાછળ શનાળા રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ બાબતે હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News