મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો: એકની હત્યા, એક ગંભીર


SHARE









હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો: એકની હત્યા, એક ગંભીર

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે ત્રણ સગા ભાઇઓની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે અને એકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮) તેના ભાઈ જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા (૨૬) અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૪) ઉપર હળવદના ગોરી દરવાજા પાસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતી જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય ભાઈઓને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮)ની મોત નીપજયું છે અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા  અને તેના બંને ભાઈઓ સેન્ટીંગનું કામ કરતા હતા અને નવા ઇસનપુરથી હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં કામ માટે આવ્યા હતા ત્યારે ભરાઈનું કામ કરતાં નટુભાઇ દાઢી અને તેનો દીકરો ત્યાં ગાળો બોલતા હતા જેથી કરીને ગાળો બોલવાની ના પડી હતી માટે તેની સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યારે તે બંનેએ બીજા ત્રણથી ચાર શખ્સોને ત્યાં બોલાવ્યા હતા અને સેંટિંગનું કામ કરી રહેલા ત્રણેય ભાઇઓની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા ને વધુ ઇજા થયેલ હોવાથી તેની મોત નીપજયું છે અને હિરેનભાઈ તેમજ જયદીપભાઇ સારવારમાં છે હાલમાં પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા માટેની તેમજ આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે જોકે, હત્યાના આ બનાવથી ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News