રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE







ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાની એસીબીની ટીમને ફરિયાદ મળી હતી જેથી કરીને ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે પકડી લેવામાં આવેલ હતો જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને જામીન મુક્ત કરવામાં આવેલ છે

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીએ વકીલ ટી.બી દોશી મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીના રેગ્યુલર જામીન મુક્ત કરવા હુકમ કરલે છે આ કેસમાં વકીલ ટી.બી દોશી, અમિતભાઈ જાની, કે.ડી. સંખેસરિયા, રાહુલભાઈ ડાંગર અને કેતનભાઇ ચૌહાણ રોકાયેલ હતા






Latest News