વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ


SHARE







ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

પોષવદ સાતમ એટલે જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતી. ભારત વર્ષમાં પરિભ્રમણ કરી સનાતન ધર્મને સંગઠિત કરનાર, ગામો ગામ  રામજી મંદિરોની સ્થાપના અને સંકલ્પ કરાવનાર, રામ ભક્તિનો પ્રચાર કરનાર એવા હિંદુ ધર્મ ઉદ્ધારક વૈષ્ણવ આચાર્ય જગદગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૪ મી જન્મ જયંતીની ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુપૂજન વિધિ ત્યારબાદ સૌ જ્ઞાતિબંધુઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જાણીતા કથાકાર રસિકભાઈ આગવી છટામાં કરી આચાર્યજી વિશે માહિતી આપી હતી અને તેજસ્વી તારલાઓનું સન્માન અને સંત સભાનું આયોજન થયું હતું જેમાં આવતાં ત્રણ વર્ષના સમુહભોજનના દાતાઓએ નામ નોંધાવ્યા હતા આ વર્ષે ભોજનના દાતા રઘુરામ રતિલાલભાઈ કુબાવત રોહીશાળા વાળા હતા અને શિલ્ડના દાતા શિક્ષક રવીભાઈ રામાનુજ હતા. આ વર્ષે શ્રી રામચંદ્રજી અને રામાનંદાચાર્ય  વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયેલું હતું જેનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવતએ કર્યું હતું






Latest News