ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા કન્યા પૂજન, નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ અને નિદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા કન્યા પૂજન, નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ અને નિદાન કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રીના પાવન પર્વની વિશિષ્ટ ઉજવણી નિમિત્તે નાનીવાવડી ગામે તાલુકા કન્યા શાળામાં બહેનો માટે નિ:શુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, નિદાન તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મોરબીના જાણતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. હિનાબેન મોરી દ્વારા જીવનમાં વિવિધ પ્રકારના આહારનું મહત્વ તથા કુપોષણથી બચવાના વિવિધ ધરગથ્થું ઉપચારની માહિતી આપી હતી. ડો જયેશભાઈ પનારા, દિનેશભાઈ ગઢીયા તથા ટીમે હિમોગ્લોબિન ચેક કરી બહેનોને જરુરી માર્ગદર્શન તથા દવાઓ વિતરણ કરી હતી તથા ઉપસ્થિત તમામને પ્રોટીન તથા લોહતત્વથી સભર પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કન્યા પૂજન સાથે દરેક દિકરીને ભારતના એક મહાપુરુષની એક પુસ્તક ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય રમાબેન રુપાલા, સરપંચ જયંતિભાઈ પડસુંબિયા, ભારત વિકાસ પરિષદ મોરબીના સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, વર્તમાન પ્રમુખ ડો જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, મહિલા સંયોજીકા કાજલબેન ત્રિવેદી, મહિલા સહસંયોજીકા કુસુમબેન બોપલીયા, દર્શનાબેન ભટ્ટ, અલ્પાબેન મારવણીયા, દર્શનાબેન પરમાર, દેવાંશીબેન આડેસરા, કાર્યક્રમ સંયોજક વિનુભાઈ મકવાણા, ધૃમીલભાઈ આડેસરા, હિંમતભાઈ મારવણીયા, નલિનભાઈ ભટ્ટ, પ્રદિપભાઈ જોશી સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અને આ કાર્યક્રમ માટે વોલસેરા સિરામિકસના દિવ્યકાંતભાઈ પડસુંબિયાએ આર્થિક યોગદાન આપ્યો હતો






Latest News