વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 


SHARE







મહર્ષિ દયાનંદ સરસ્વતી મહોત્સવની ઉજવણી અંતર્ગત ટંકારાની તમામ શાળાઓમાં બે દિવસ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં એક દિવસ રજા 

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની મોરબી જીલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેના માટે હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ અને ૧૨ ની રજા જાહેર કરવામાં આવી છે જો કે, રાજ્યપાલન  હુકમથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવી છે

જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ત્રણ સ્થાનિક રજાઓ જે તે તાલુકાઓમાં જાહેર કરવાની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલ છે તે મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીને ધ્યાને રાખીને ટંકારા તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦ ને શનિવાર તેમજ તા. ૧૨ ને સોમવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને રવિવારની રજા હોવાથી ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસની રજા થઈ જશે અત્રે ઉલેખનીય છેકે, રાજ્યપાલના આદેશથી મોરબી જિલ્લાની સરકારી કચેરીએ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ ઓધ્યોગિક સંસ્થાઓમાં તા ૧૨ ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે






Latest News