મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીના ત્રિ દિવસીય કાર્યક્રમનો રાજ્યપાલની હજારીમાં પ્રારંભ: કાલે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાશે


SHARE













ટંકારામાં મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીના ત્રિ દિવસીય કાર્યક્રમનો રાજ્યપાલની હજારીમાં પ્રારંભ: કાલે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાશે 

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કરસનજી કા આંગણ નામથી ટંકારા પાસે વિશાળ જગયામાં ડોમ, યજ્ઞ શાળા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે અને આજે સવારે ટંકારમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળેથી ભવ્ય સરઘસ નિકળ્યું હતું ત્યાર બાદ યજ્ઞ શાળા,આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યાં પછી ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીના ભવ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કાલે દેશના વડાપ્રધાન વર્ચ્યુયલ જોડાવાના છે અને છેલ્લા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેવાના છે

આજથી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ એટ્લે કે ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આજે કાર્યક્રમના સ્થળ સુધી સવારે ૯ વાગ્યે સરઘસ નીકળયુ હતું ત્યાર બાદ ૧૦:૩૦ વાગ્યે યજ્ઞના અગ્નિ અને યજ્ઞની સ્થાપના પ્રસંગના સ્થળે કરવામાં આવી હતી અને ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આજે બપોરે બે વાગ્યેથી સાંસ્કૃતિક કાર્યક્રમ, મહર્ષિ દયાનંદ સ્મરણ સત્રસંગીતઆર્ય વીર દળ વ્યાયામ અને બહાદુરી પ્રદર્શનમાતૃશક્તિ દ્વારા સ્મરણસાંજે ૬:૩૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૮:૩૦ વાગ્યેથી ભજન સંધ્યા અને કવિ સંમેલનનું આયોજન કરવાં આવ્યું છે

આવતી કાલે રવિવારને તા ૧૧ ના રોજ સવારે ૮:૩૦ થી જુદાજુદા કાર્યક્રમો શરૂ થઈ જશે અને ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ આ કાર્યક્રમમાં જોડાશે તેમજ સ્થળ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહેવાના છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમમહર્ષિ દયાનંદના કાર્યમાં આપણી જવાબદારીગીત પ્રસ્તુતિઆર્ય સમાજ દ્વારા મહર્ષિ પ્રત્યે કૃતજ્ઞતાનું સ્મરણ કાર્યક્રમ ૩:૩૦ વાગ્યેથી શરૂ થશે તેના મુખ્ય અતિથિ યોગ ગુરુ સ્વામી રામદેવજી મહારાજ હાજર રહેવાના છે ત્યાર બાદ સાંજે ૫:૦૦ વાગ્યે અંધશ્રદ્ધા એક ઊંડી ખાઈ (મેજિક શો)૧૧૦૦ યાજ્ઞિકો દ્વારા યજ્ઞ કરવામાં આવશે  અને છેલ્લા દિવસ ૧૨ ફેબ્રુઆરીએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ના મુખ્ય અતિથિ સ્થાને કાર્યક્રમ યોજાવાનો છે જેમાં રાજ્યપાલ આચાર્ય ડૉ. દેવવ્રતજી અને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે








Latest News