વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી નજીક સગીરે લેબર કવાર્ટરમાં ન કરવાનું કર્યું


SHARE







ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ અંદાજ અપના દેશી ધાબાના સ્ટાફ કવાર્ટરમાં રહેતા સગીરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોનેસ્ટ હોટલની પાછળના ભાગમાં અંદાજ અપના દેશી ધાબા ની ઓરડીમાં રહેતા કિશોરસિંહ લક્ષ્મણસિંહ રાવત જાતે રાજપૂત (૧૬) એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટર ની અંદર છતની એંગલ માં ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અસલમભાઈ ઇસ્માઈલભાઈ બલોચ (૨૮) રહે હાલ અંદાજ અપના દેશી ધાબા લજાઇ મૂળ રહે સોમનાથ જિલ્લા વાળા ટંકારા તાલુકાના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને સગીરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News