મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાંથી લગ્નની લાલચ આપી સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE













મોરબીમાંથી લગ્નની લાલચ આપી સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું લાલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે એકાદ માસ પહેલા પરીવારના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવામાં આવ્યું હતુ અને શોધખોળ છતાં પણ સગીરાનો પતો ન લાગતા અંતે કચ્છના લાકડીયા ગામના શખ્સની સામે હાલ અપહરણ અને દુષ્કર્મ સંદર્ભે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલા ભીમસર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીનું ગત તા.૨૦-૧-૨૪ ના રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સાથે લઈ જઈ અપહરણ કરવામાં આવ્યું હતું.જે બાબતે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રકાશ મહાદેવભાઈ પઠાણ રહે.લાકડીયા જી.કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયા દ્વારા આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ અપહરણ તેમજ કલમ ૩૭૬ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ પ્રકાશ પઠાણ નામના કચ્છના લાકડીયા ગામના ઇસમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બાબતે તેની શોધખોળ હાથ ધરીને સગીરાની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કરાયા છે.

           વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપી પ્રકાશ પઠાણનો ભાઈ મોરબી ખાતે રહીને કારખાનામાં મજૂરી કામ કરે છે.તેમજ તેની માસી ભોગ બનનાર સગીરાના વિસ્તારમાં જ રહેતા હોય અને તે ઇસમની કૌટુંબિક બહેન પણ અહીં આ વિસ્તારમાં રહેતી હોય તે અહીં આવતો જતો હતો. દરમિયાનમાં સગીરાને લગ્નની લાલચ આપીને તેણીની સાથે બદકામ કરવાના ઇકાદે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કચ્છ લઈ જઈને અવારનવાર તેણીની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.હાલ નોંધ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સોસાયટી વિસ્તારમાં રહેતો વિજય દિલીપભાઈ પરમાર નામનો ૩૭ વર્ષનો યુવાન મોરબીના ગાંધી ચોક નજીક સિવિલ હોસ્પિટલના ચોક પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયો હતો તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.આ બાબતે પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ગામે ત્રાજપરના ચોર પાસે રહેતા જયંતીભાઈ પ્રભુભાઈ સનુરા નામના ૩૦ વર્ષના યુવાનને શહેરના સામાકાંઠે આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો અને આ બાબતે હોસ્પિટલમાંથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ તપાસ કરી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા શુભમ મહેશભાઈ સોડમીયા નામના ૧૧ વર્ષના બાળકને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બાબતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાઈ હતી અને પોલીસમાં જાણ થતા સામે આવ્યુ હતુ કે રફાળેશ્વર બાયપાસ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા શુભમ નામના બાળકને સારવારમાં લવાયો હતો.






Latest News