મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

લાલચ બુરી બલા હૈ: મોરબીમાં ટાઇલ્સના બોક્ષનો ઉપયોગ કરીને બોક્ષે ૨૦૦ ની કમાણી કરવા જતાં આચર્યો ગુનો !


SHARE















લાલચ બુરી બલા હૈ: મોરબીમાં ટાઇલ્સના બોક્ષનો ઉપયોગ કરીને બોક્ષે ૨૦૦ ની કમાણી કરવા જતાં આચર્યો ગુનો !

મોરબીના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ છે અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતી હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે અન અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ હાલમાં ૧૦ દિવસના રિમાન્ડ ઉપર છે અને મોરબી નજીક ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિતના બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે તેવામાં સુત્રો પાસેથી જાણવા મળી રહેલ માહિતી મુજબ કોઈપણ રીતે વાહનોમાં ભરીને નશીલી સીરપનો જથ્થો મોરબી આર-ટાઇલના ગોડાઉન સુધી લાવવામાં આવતો હતો અને ત્યાં નસીલી સિરપને ટાઇલ્સના બોક્સમાં રિપેક કરી આપવામાં આવતી હતી જે એની સામે પ્રતિ બોક્ષ છે તેને ૨૦૦ રૂપિયા મળતા હતા તેલી વાત હાલમાં સામે આવી રહી છે એટલે કે એક વખત નસીલી સિરપનો જથ્થો રીપેક્ટ કરી આપે એટલે ગોડાઉન વાળાને ૯૦,૦૦૦ રૂપિયા મળતા હતા જોકે આ વાતમાં કેટલું તથ્ય છે તેના મૂળ સુધી પહોંચવા માટે હાલમાં તપાસનીસ અધિકારી અને તેને ટીમ કવાયત કરી રહી છે

મોરબીના રંગપર (વિરાટનગર) ગામે સીમ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં મોરબી સુધી લઈ આવવામાં આવી હતી આ ગુનામાં પકડાયેલ ત્રણેય આરોપીઓના આગામી તા ૧૫ સુધી એટ્લે કે ૧૦ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે જેથી હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે અને આ ગુનામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ)માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

જે સમયે પોલીસે રેડ કરી ત્યારે ૯૦,૦૦૦ બોટલો નસીલી સિરપ, ચોખાની ૬૫૦ બોરીએક ટ્રકત્રણ મોબાઇલ અને રોકડા રૂપીયા મળીને ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે કરેલ હતો અને ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્રટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવ્યા હતા જે હાલમાં રીમન્ડ ઉપર છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને સોપવામાં આવેલ હોય પકડવાના બાકી રવીકુમાર મહીપતભાઇ કંડીયા તેમજ મસુદ આલમની ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે ઉલ્લેખ છે કે હાલમાં જે નકલી સિરપનો જથ્થો પકડવામાં આવ્યું છે તે ઝારખંડ થી મોરબી આવ્યો હોવાનું અને અહીંથી રિપેક કરીને ત્રિપુરા મોકલવાનો હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે પરંતુ નશીલી સીરપના રી પેકિંગ માટે ૩૮૦૦ કિલો મિટર સુધી વાહનમાં ફેરવે તે વાત કોઈને ગળે ઉતરે તેવી નથી 

તેવામાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળે મસુદ આલમ કે જેણે નસીલી સીરપનો જથ્થો મોરબી સુધી ચોખાની આડમાં મોકલાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે તે મસૂદ આલમ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે સંકળાયેલ છે જેથી કરીને હાલમાં જે નસીલી સિરપ નો જથ્થો પકડવામાં આવ્યો છે તે પ્રકારે અગાઉ કેટલી વખત આવી નસીલી સીરપનો જથ્થો મોરબીમાં આવ્યો હતો અને મસૂદ આલમના આ ગોરખ ધંધામાં મોરબીમાંથી રવિ કંડીયાની જેમ બીજા કોણ કોણ તેના સંપર્કમાં હતા અને નશીલી સીરપની હેરાફેરીમાં રીપેકિંગ કે પછી અન્ય કોઈપણ પ્રકારની મદદ કરી રહ્યા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે દરમિયાન સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે હાલમાં જે ગોડાઉનમાંથી નસીલી સીરપની ૪૫૦ પેટીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે તે ગોડાઉનમાં અગાઉ પણ નશીલી સીરપનો જથ્થો બે વખત લઈ આવવામાં આવ્યો હતો અને રિપેક કરવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે

વધુમાં મળતી વિગત મુજબ નસીલી સિરપનો જથ્થો વાહનોમાં ભરીને મોરબીમાં આવેલ આર-ટાઈલ ગોડાઉન સુધી પહોંચાડવામાં આવ્યા બાદ ટાઇલ્સના બોક્સની અંદર તેનું રીપેકિંગ કરવામાં આવતું હતું તેના બદલામાં રીપેકિંગ કરી આપવા માટે પ્રતિ બોક્સના ૨૦૦ રૂપિયા ગોડાઉન વાળા ને મળતા હતા તેવું ચર્ચાઇ રહ્યું છે એટલે કે અત્યાર સુધીમાં કુલ મળીને ચાર વખત નસીલી સીરપનો જથ્થો આવ્યો હોવાની વાત સામે આવી રહી છે અને લગભગ ૯૦૦ પેટી જેટલો માલ મોરબી સુધી પહોંચ્યો હતો અને તેને રિપેક કરવા બદલ તેને કુલ મળીને ૧,૮૦,૦૦૦ મળવાના હતા જોકે ત્રીજી અને ચોથી વખતનો જે નસીલી સિરપનો જથ્થો મોરબી સુધી પહોંચ્યો હતો તેને રિપેક કરીને ફરી પાછો અન્ય સ્થળે મોકલવામાં આવે ત્યારે પહેલા પોલીસે તેને ઝડપી પાડેલ છે જોકે, પકડાયેલ  આરોપીઓએ પોલીસ સમક્ષ કરેલ આ સ્ટોરી માં ખરેખર કેટલું તથ્ય છે તે હકીકતને બહાર લાવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી એંગલોથી તપાસ કરવામાં આવી રહી છે અને હજુ પણ કેટલાક ચોંકાવનારા નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે






Latest News