વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા સરકારી પ્રાથમિક શાળામાં તૈયાર થયુ સ્પેરો હાઈટ્સ


SHARE







ટંકારાના ભૂત કોટડા સરકારી પ્રાથમિક શાળામાં તૈયાર થયુ સ્પેરો હાઈટ્સ

૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.કવિ-લેખક રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કેતારો વૈભવ રંગ મહેલને નોકર ચાકરનું ધાડુંમારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળામાં પાંચ માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચીચી કરતી ચકલીઓ જોવા મળતી હતી. જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલીઓ જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યા ન રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણાપાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે.જેમા નાનકડા પક્ષી ચકલીનો  સમાવેશ થાય છે.એ સમય બહુ દુર નથી કે જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે.આ પક્ષીના લુપ્ત થવા માટે બીજુ કોઇ નહી પણ આપણે પોતે જ જવાબદાર છીએ.જો હજી પણ જાગૂત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવી જ સ્થિતિ સર્જાય તો નવાઇ  નહીં ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે.ત્યારે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સંચલાને વિચાર આવ્યો કે આધુનિક યુગમાં માણસો પણ ફ્લેટમાં રહેતા થઈ ગયા છે.તો આ ચકલીઓ પણ એક સાથે રહી શકેતેમને પોતાના રહેણાંકમાં જ ચણવા માટે ચણપાણીરમવા માટે હીંચકા બેસવા માટે ડાળી બધું એક જ જગ્યાએ મળી રહે તો તેમણે આ વિચાર  ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરાને વાત કરી.જયેશભાઈએ માત્ર બે જ દિવસમાં ગીતાબેનના વિચારોને સુસંગત થાય તેવું લાકડાનું સુંદર ઘર બનાવી આપ્યું છે જેને ગીતાબેને "સ્પેરો હાઇટ્સ" નામ આપ્યું છે આ શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા આ ઘરની સજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યા હતા તેમજ ચકલી માટે ઘરમાં જ ચણવા માટે ચણપાણીરમવા માટે હીંચકા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત બધા બાળકોને ચકલીના માળનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં પણ ઘરમાં પણ ચકલીની ચીચી સાંભળી શકે.આ રીતે ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવોને બચાવી શકાય તેવી ઉમદા ભાવના સૌએ વ્યક્ત કરી હતી.






Latest News