હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ


SHARE













ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના બંગાવડી સિંચાઈ કેસમાં ચુકાદો આપવામાં આવેલ છે જેમાં ૮૮ આરોપી શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ ટંકારા પોલીસ મથકે ૮૮ ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. 

ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ આઇપીએસ કલમ ૪૩૦ તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૩૭ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ કલમ ૪૩૭ મુજબ ૧૦ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ૧૪ મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા ૧ ફરીયાદી ૮ સાહેદ ૪ પંચ સાહેદ ૧ ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ.જી. શેખ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. અને આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.






Latest News