મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાને માવતરે ન જવા દઈને ત્રાસ આપીને મરવા મજબુર કરનાર પતિની ધરપકડ


SHARE















મોરબીમાં પરણીતાને માવતરે ન જવા દઈને ત્રાસ આપીને મરવા મજબુર કરનાર પતિની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતી પરણીતાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકની માતાએ પોતાના જમાઈની સામે દીકરીને માવતરે ન આવવા દઈને તેમજ માવતરેથી અને સગાવ્હાલાઓ પાસેથી રૂપિયા લાવવાનું કહીને ત્રાસ આપતો હોવાથી તેમની દીકરીએ આપઘાત કર્યો હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતા સુનીતાબેન અલ્પેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉમર ૨૨) નામની પરિણીતાએ ગત તા. ૮-૪ ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી સુનીતાબેન કુંઢીયાનું મોત નીપજ્યું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જે તે સમયે જાણ કરવામાં આવી હતી.બાદમાં મૃતક સુનિતાબેનના માતા વજીબેન ભીખાભાઇ આધરોજીયા જાતે દેવીપુજક (ઉમર ૭૦) રહે.પ્રજાપત નળીયાના કારખાના પાછળ સ્મશાનની બાજુમાં મહેન્દ્રનગર તા.મોરબી એ તેના જમાઈ અલ્પેશ લાલાભાઇ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતુ કે, તેમની દીકરીને વગર કારણે પોતાના માવતરે તેમજ સગાવ્હાલામા જવા નહી દઇને તેમજ સગાવ્હાલા પાસે રૂપીયાની મદદ લેવાનુ કહેતો હતો ત્યારે સુનીતાબેને રૂપીયાની મદદ લેવાની ના પાડી હતી જે આરોપીને સારૂ નહી લાગતા તેને ફરિયાદીની દીકરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી હતી અને શારીરીક માનસીક ત્રાસ આપ્યો હતો.જેથી તેઓની દીકરી સુનિતાબેનએ આપઘાત કરી લીધઓ હતો આ ફરિયાદના આધારે પોલીસે મૃતક મહિલાના પતિની સામે કલમ ૩૦૬ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી પીએસઆઇ ડી.કે.જાડેજા દ્વારા ઉપરોક્ત ફરિયાદ આધારે અલ્પેશ લવજીભાઈ કુંઢીયા દેવીપુજક (ઉમર ૨૭) રહે.સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.અત્રે ઉલેખનીય છે કે, મૃતક મહિલાનો લગ્નગાળો બે વર્ષનો હતો અને તેમને એક સંતાન હતું અને મહિલાએ અજુગતુ પગલું ભરી લેતા સંતાને માતાની છત્રછાંયા ગુમાવેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા જલજલા પાન પાસે રહેતા સમીતાબેન પટિયાભાઈ દેવીપુજક નામની ૨૮ વર્ષીય મહિલાને તેના ઘરે તેના ઘરવાળા દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલ હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી આ બાબતે યાદી આવતા તે બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા સોનલબેન પારસભાઈ રાઠવા નામની ૨૯ વર્ષીય મહિલાને તા.૧૦ ના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા મારામારીના કારણે અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News